Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાના મેળામાં કમિશનરનું ચેકિંગ, ગેરકાયદેસર રાઈડ્સ દૂર કરાઈ

મહાનગરપાલિકાના મેળામાં કમિશનરનું ચેકિંગ, ગેરકાયદેસર રાઈડ્સ દૂર કરાઈ

- Advertisement -

શ્રાવણ માસ દરમિયાન જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ મેળાના પ્રારંભ બાદ જ અનેક દબાણકારોએ ગેરકાયદેસર રાઈડો ગોઠવી દીધી હોવાનું જણાતા શુક્રવારે મહાનગરપાલિકાના કમિશનરે ચેકિંગ દરમિયાન 30 નાની રાઈડ્સ દૂર કરાવી હતી. અગાઉ પણ ગેરકાયદેસર રાઈડો ખડકી દેવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો રજૂઆતો થઈ હતી.

- Advertisement -

જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળાનું મેયર બીનાબેન કોઠારીના હસ્તે પ્રારંભ કરાવાયો હતો. આ લોક મેળામાં નાની મોટી વિવિધ રાઈડ્સો અને સ્ટોલની ફાળવણી અગાઉ થઈ ગઈ હતી. પરંતુ લોક મેળાનો પ્રારંભ થયો તે પહેલાં જ ગેરકાયદેસર રાઈડો ગોઠવી દબાણ કરાઇ ગયું હતું દરમિયાન શુક્રવારે બપોરના સમયે મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી દ્વારા લોક મેળામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જુદી જુદી જગ્યાએ હરરાજીમાં ભાગ લીધો ન હોય તેવી 30 જેટલી બાળકોની રાઈડ્સ ખડકી દીધી હોવાનું જણાતા કમિશનરે આ તમામ રાઈડ્સ દૂર કરાવી હતી જોકે, અમુક રાઈડ્સવાળાઓએ સાંજ સુધીનો સમય માંગ્યો હતો. ચેકિંગ દરમિયાન એસ્ટેટ વિભાગે આઠ રેંકડીઓ કબ્જે કરી હતી. કમિશનરના ચેકિંગ દરમિયાન એસ્ટેટ વિભાગના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દિક્ષીત, દબાણ નિરીક્ષ સિકયોરીટી હેડ સુનિલ ભાનુશાળી સહિતની ટીમ સાથે રહી હતી. જો કે, મેળામાં હજુ પણ અમુક ગેરકાયદેસર રાઈડ્સો ખડકાયેલ છે. જે રાઇડ્સોને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાં હજુ આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular