જામનગરના સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. બ્રિજના છેડે સાઇન બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી સહિતના અધિકારીઓએ આ ફ્લાય ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. આ તકે કમિશનરની સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશભાઇ જાની સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


