જામનગર શહેરમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો પોઝીટીવ કેસ આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકત માં આવી ગયું છે. જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા આજરોજ ઓમિક્રોન વેરીયન્ટ કોવીડ પોઝીટીવ કેસનાં વિસ્તારમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમિશ્નર દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા જામનગર શહેરમાં ઓમિક્રોમ વેરીયન્ટ કોવીડ પોઝીટીવ કેસનાં વિસ્તારની મુલાકાત લીધી હતી. અને ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર તથા મેડીકલ ટીમને કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સુચનાઓ આપી હતી. આ તકે જામનગર શહેરનાં નગરજનોએ કોવીડ-૧૯ નાં નિયમોનું પાલન કરવા અને જે કોઈ નગરજનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અથવા બીજો ડોઝ લેવાનો બાકી રહી હોય. તેઓએ તાત્કાલીક ધોરણે નજીકનાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈ કોરોનાની રસી લઈ લેવા કમિશ્નર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.