Wednesday, December 18, 2024
Homeરાજ્યજામનગરટાઉનહોલ-ભૂજિયા કોઠાના કામની સમિક્ષા કરતાં કમિશનર - VIDEO

ટાઉનહોલ-ભૂજિયા કોઠાના કામની સમિક્ષા કરતાં કમિશનર – VIDEO

- Advertisement -

મ્યુ. કમિશનર ડી.એન. મોદીએ આજે સવારે જામ્યુકોના અધિકારીઓની ટુકડી સાથે શહેરમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેકટની સ્થળ મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી. તેમણે ટાઉનહોલના નવીનીકરણ અને ભૂજિયા કોઠાના રિસ્ટ્રકચરીંગના કામની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, બન્ને પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે છે. 24 કરોડના ખર્ચે રિસ્ટોર કરવામાં આવેલા ભુજિયા કોઠાનું કામ અંતિમ તબક્કામાં છે. જે ટૂંકસમયમાં પૂર્ણ થઇ જશે. ત્યારબાદ કોઠા અને ખંભાળિયા ગેઇટ તથા લાખોટા સાથે જોડતી વિંગનું કામ શરુ કરવામાં આવશે. આ ઉ5રાંત ટાઉનહોલના નવિનીકરણનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી કેટલાંક દિવસોમાં અદ્યતન ટાઉનહોલનો ઉ5યોગ શકય બનશે. તેમની આ મુલાકાત દરમિયાન સીટી એન્જિનિયર ભાવેશ જાની તેમજ અન્ય વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા હતાં અને પ્રોજેકટનો પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular