Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરતાં કમિશનર

જામનગર શહેરમાં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરતાં કમિશનર

30 નવેમ્બર સુધીમાં બ્યુટીફિકેશનના કામો પૂર્ણ થશે - કમિશનર : નાયબ કમિશનર, સિટી ઈજનેર સહિતના અધિકારીઓ - કર્મચારીઓ સહિતનો કાફલો નિકળ્યો

- Advertisement -

જામનગર શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામોનું કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સહિતના મુદ્ે જરૂરી ચર્ચા વિચારણા કરી સૂચનો પણ આપ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરકમાં જુદા જુદા વિકાસ કામો ચાલી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં બ્યુટીફીકેશન તથા સ્વચ્છતા અંગેના કામો પણ ચાલી રહ્યા છે. આ તમામ કામગીરીનું કમિશનર દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરના જોગસપાર્ક શરૂ સેકશન રોડ, સાત રસ્તા, હરિયાકોલેજ રોડ, લાલપુર બાયપાસ ચોકડી સહિતના માર્ગો પર કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો નિકળ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર, સીટી ઈજનેર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, વિકાસ કામોની સાઈટ વીઝીટ કરવા નિકળ્યા હતા. કમિશનર સહિતના અધિકારીઓની સાતથી આઠ જેટલી ગાડીઓનો કાફલો રોડ પર નિકળતા શહેરીજનો પણ ચકીત થઈ ગયા ાં. કમિશનર ્વારા તમામ બ્યુટીફિકેશનની કામગીરી 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થનાર હોવાનું જણાવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular