Monday, January 13, 2025
Homeરાજ્યગુજરાતકોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો

- Advertisement -

એલપીજી સિલિન્ડરના નવા રેટ આજે જાહેર કરવામાં આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડર સસ્તા થઈ ગયા છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે, 01 ઓગષ્ટના નવા રેટ પ્રમાણે એલપીજી સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો દિલ્હીથી પટના, જયપુરથી દિસપુર અને લદાખથી ક્ધયાકુમારી સુધી થયો છે. આજે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે. આજથી દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 2012.50 રૂપિયાના બદલે 1976.50 રૂપિયામાં મળશે. બીજી તરફ પહેલા તે કોલકાતામાં 2132.00 રૂપિયામાં મળતો હતો પરંતુ 1 ઓગસ્ટથી તે 2095.50 રૂપિયામાં મળશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી મુંબઈમાં 1936.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2141 રૂપિયા થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular