Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકરોડોના ચીટીંગના કેસમાં વેપારી આરોપી જેલહવાલે

કરોડોના ચીટીંગના કેસમાં વેપારી આરોપી જેલહવાલે

રિમાન્ડ પૂર્ણ : ત્રણ દિવસમાં વધુ ત્રણ આસામીઓએ 20 લાખ ગુમાવ્યાનું નિવેદન: કુલ 7 કરોડ 90 લાખનું કૌભાંડ

- Advertisement -

જામનગરના લીમડાલેન વિસ્તારમાં રહેતા અને લાલબંગલા સર્કલમાં લસ્સીનો વેપાર કરતા એક શખ્સ અને તેના બે સાગરિતો સામે અનેક લોકોનું કરોડો રૂપિયાનું ચીટીંગ કરી જવા અંગે જામજોધપુર પોલીસ મથકના ગુનો દાખલ કરાયા પછી તેની ધરપકડ કરાઈ હતી અને લસ્સીવાળાને રિમાન્ડ પર લેવા આવ્યો હતો. જેની રિમાન્ડની મુદત પુરી થતાં જેલમાં ધકેલી દેવાયો છે.

- Advertisement -

ઉપરાંત ચીટર ટોળકીનો ભોગ બનનારા વધુ ત્રણ આસામીઓ સામે આવ્યા છે અને કુલ સાત કરોડ 90 લાખનું કૌભાંડ પણ સામે આવ્યું છે.

જામનગરના લીમડાનાં વિસ્તારમાં રહેતા અને લસ્સીનો વેપાર કરતા ભાવેશ મહેતા નામના શખ્સ અને તેના બે સાગરીતો એવા નિવૃત્ત શિક્ષક સામે જામજોધપુર પોલીસ મથકમાં કરોડોના ચીટીંગ અંગેનો ગુનો નોંધાયા પછી જામજોધપુર પોલીસે ભાવેશ મહેતાની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લીધો હતો.

- Advertisement -

રાજકોટની સ્પેશિયલ અદાલતે તેની ત્રણ દિવસની વધારાની રિમાન્ડની માગણી મંજૂર કરી હતી. જે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી હતી અને ચિટર ટોળકીનો ભોગ બનેલા વધુ ત્રણ આસામીઓ સામે આવ્યા હતા.

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રકરણમાં કુલ 37 વ્યક્તિઓના નિવેદનો લેવાઈ ચૂક્યા છે, અને તેઓની કુલ સાત કરોડ 90 લાખની રકમ ચીટર ટોળકી હજમ કરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી ભાવેશ મહેતાની રિમાન્ડની મુદત પુરી થતા તેને રાજકોટની સ્પેશ્યલ અદાલત સમક્ષ રજૂ કરાયો હતો જયાં અદાલતે તેને રાજકોટની પોપટ પરા જેલ માં મોકલી દેવા માટેનો હુકમ ફરમાવ્યો છે. ઉપરાંત તેના અન્ય બે સાગરીતો એવા નિવૃત શિક્ષકોની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular