જામનગર શહેરમાં આ વર્ષ મોહરમ ના તેહવારની ઉજવણી થઈ. ઠેર-ઠેર શહેરમાં અનેક વિસ્તારમાં તાજિયા પડમાં આવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત 3 દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંડોબસ્ત ગોઠવમાં આવ્યું હતું તેમજ જામનગર પોલીસના અનેક અધિકારીથી લઇને સ્ટાફ દ્વારા તાજિયાના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ લોકોને સહકાર આપવામાં આવેલ હતો. તે બદલ જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી-એ ડિવિઝનના પીઆઇ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા તેમજ પીએસઆઈ એન.વી. હરિયાણી સહિત સ્ટાફનું મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા સન્માન કરી, સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે જામનગર મહાનરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, જામનગર સુન્ની મુસ્લિમ પટ્ટણી જમાતના પ્રમુખ હાજી જુસબભાઈ પટ્ટણી (જે.કે), સૈયદ સમાજના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, ડો. તોસીફખાન પઠાણ, હાજી ખાલીદભાઈ ખત્રી, યુસુફભાઇ પટણી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.