સી. આઇ. ડી. ક્રાઇમ ગુજરાત પોલીસ મહાનિરીક્ષક દ્વારા બાળકોને લગત એડલ્ટ ગુન્હાઓ અટકાવવા માટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી માં અશ્લીલ વિડીયો કે ફોટો પ્રસારીત કરનાર તેમજ વેબસાઇટ પરથી ડાઉનલોડ અંગે સમગ્ર રાજયમાં ૭ દિવસની ડ્રાઇવમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી પોલીસ ઇન્સપેકટર કે. એલ. ગાધે સહિતના સ્ટાફે (૧)ગુન્હા રજીસ્ટર નં. – ૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૧, આઇટીએકટ કલમ-૬, ૭બી, (૨) ગુન્હા રજીસ્ટર નં. -૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૨, આઇટીએકટ કલમ-૬૭બી, તથા (૩)ગુન્હો રજીસ્ટર નં. – ૧૧૨૦૨૦૫૮૨૨૦૦૦૩, આઇટીએકટ કલમ-૬૭એ તથા ૬૭બી, મુજબ કુલ-ત્રણ ગુન્હા નોંધી આરોપીઓને કોર્ટ હવાલે કર્યા હતા. જામનગર સાયબર ટીમે ડ્રાઇવ દરમ્યાન રાજયમાં સૌથી વધુ કેસો દાખલ કરી સરાહનીય કામગીરી કરી હતી.આ કાર્યવાહી પી.આઈ. કે. એલ. ગાધે પો. સ. ઇ એ. આર. રાવલ પો. કોન્સ. બિપીનકુમાર દેશાણી, ધર્મેશભાઇ વનાણી, રાહુલભાઇ મકવાણા, કલ્પેશભાઇ મૈયડ નાઓએ કરેલ છે તેમજ ASI ડી. જે. ભુસા, ચંપાબેન વાઘેલા, પો. હે. કોન્સ. ભગીરથસિંહ જાડેજા, રાજેશભાઇ પરમાર, રંજનાબેન વાધ, વિકીભાઇ ઝલા, કનુભાઇ હુંબલ, પુજાબેન ધોળકીયા ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા નાઓ દ્વારા કરવામાં આવી હતી.
સગીર વયના બાળકોને બીભત્સ દ્રશયોમાં કે અભદ્ર રીતે કે ચૌન કામમાં કોઇપણ રીતે દર્શાવવામાં આવે કે, એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઇલમાં રાખવા કે સોશ્યલ મીડીયા (ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ કે અન્ય કોઇ એપ્લીકેશન) ના માધ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા કે શેર કરવા કે મોબાઇલમાં સંગ્રહ કરવો કે આ બાબતે કોઇપણ વેબસાઇટ પર સર્ચ કરવુ તે ગંભીર પ્રકારનો ગુન્હો છે અને આ બાબતે સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રવુતી કરનારા ઇશમો ઉપર સોશ્યલ મીડીયા મારફતે વોચ રાખવામાં આવે છે.