Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજયમાં રસિકરણ મહાઅભિયાનનો પ્રારંભ

જામનગર સહિત રાજયમાં રસિકરણ મહાઅભિયાનનો પ્રારંભ

મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર શહેરમાં રપ કેન્દ્ર પર રસિકરણ ઉત્સવની શરૂઆત

- Advertisement -

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે જ તેવી તજજ્ઞોની સ્પષ્ટ ચેતવણી બાદ આ લહેરની અસર ઓછામાં ઓછી થાય તે માટે રાજય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજયમાં રસિકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

લોકોને રસી લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનથી છૂટકારો મળશે. હવે સ્થળ ઉપર જઇને સીધા જ રસી મૂકાવી શકાશે. 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવા માટે રાજય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજયમાં રસીકરણ કેન્દ્રમાં સંખ્યા વધારીને 5,000કરી દેવામાં આવી છે.અત્યા સુધીમાં કુલ 2.20 કરોડ લોકો રસી લઇ ચૂકયા છે. જયારે 18 થી 44 વર્ષના 4.76 લાખ યુવાઓ પણ વેક્સિન લગાવી ચૂકયા છે. કોરોનાની ત્રીજી લહેર પહેલાં રાજયના મોટાભાગના વિસ્તારોમાં હર્ડ ઇમ્યુનિટી આવી જાય તો કોરોનાની તીવ્રતાને ઘટાડી શકાય. તેવા આશયથી રાજયમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

રાજય સરકારે શરૂ કરેલાં આ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં પણ કુલ રપ વેક્સિનેશન સેન્ટરો પર રસિકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન, મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર સહિતના અગ્રણીઓ આજે સવારે શહેરના જુદા-જુદા રસિકરણ કેન્દ્રો પર ઉપસ્થિત રહયા હતા અને તેમની ઉપસ્થિતિમાં આ રસિકરણના મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક દિવસમાં 5,000 જેટલા લોકોનું રસિકરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી 18 વર્ષની ઉપરના તમામ નાગરિકો વેક્સિનનો ડોઝ પૂર્વ રજિસ્ટ્રેશન વગર જ લગાવી શકશે. જયારે સેક્ધડ ડોઝ પર આપવામાં આવશે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ નાગરિકો વેકિસનનો પ્રથમ ડોઝ લઇ ચૂકયા છે. જયારે 52,000 જેટલા નાગરિકો રસીના બન્ને ડોઝ લઇ ચૂકયા છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણ થઇ ચૂકી છેે. ત્યારે ત્રીજી લહેર માથું ન ઉંચકે તે માટે સઘન રસિકરણ ખૂબજ જરૂરી બન્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular