Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિડિઓ : ઓપન જામનગર ટેબલ ટેનીસ સ્પર્ધાનો પ્રારંભ

વિડિઓ : ઓપન જામનગર ટેબલ ટેનીસ સ્પર્ધાનો પ્રારંભ

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આજરોજ ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ તથા શાળાઓમાં નિ:શૂલ્ક ટેબલ ટેનિસના ટેબલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -

જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન 2020થી સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે. જામનગરમાં ટેબલ ટેનિસ ક્ષેત્રે અનેકવિધ ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓના મનોબળને વધારવા અને યોગ્ય માર્ગદર્શન આપવા માટેના કાર્યો થઇ રહ્યાં છે. જેડીટીટીએ દ્વારા નવા પ્લેયર્સ તૈયાર કરવાના ભાગરૂપે ગત મે માસમાં સમર ટ્રેનિંગ કેમ્પ તથા ટુર્નામેન્ટનું આયોજન કર્યા બાદ ફરી એકવખત જૂન મહિનામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ સુમેર સ્પોર્ટસ કલબ ખાતે ઓપન જામનગર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેનો આજે સવારે પ્રારંભ થયો હતો જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રીકટના અનેક ખેલાડીઓ પોતાની ટેબલ ટેનિસની સ્કીલ અજમાવશે અને એવોર્ડ તથા સર્ટિફીકેટ જીતશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular