ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની જામનગર જિલ્લાનાં તાલુકા કક્ષાની ચેસ, યોગાસન, કબ્બડી,ખોખો, રસ્સ્સાખેચ, વોલીબોલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓની જામનગર જિલ્લા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં તા.2-3/5/2022નાં રોજ કબ્બડી ભાઈઓ-બહેનોની સ્પર્ધા સાઈ માધ્યમિક શાળા જોડિયા ખાતે, તા.2/5/2022નાં રોજ વોલીબોલ બહેનોની સ્પર્ધા સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે, તા.3/5/2022નાં રોજ ચેસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા ક્ધયા શાળા હડિયાણા તા.જોડિયા, જિ.જામનગર ખાતે, તા.3/5/2022નાં રોજ રસ્સાખેચ ભાઈઓ-બહેનોની સ્પર્ધા વિજાપુરા વિદ્યા સંકુલ સીદસર તા.3-4/5/2022નાં રોજ ખો-ખો ભાઈઓ-બહેનોની સ્પર્ધા. જે.પી.એસ.સ્કૂલ કાલાવડ ખાતે તા.4/5/2022નાં રોજ વોલીબોલ ભાઈઓની સ્પર્ધા સાઈ માધ્યમિક શાળા જોડિયા ખાતે અને તા.4/5/2022નાં રોજ યોગાસન ભાઈઓ-બહેનોની સ્પર્ધા વિજાપુરા વિદ્યા સંકુલ સીદસર ખાતે યોજાયેલ હતી.
આ સાથે જ જામનગર શહેરની ઝોન કક્ષાની ચેસ, યોગાસન, કબ્બડી, રસ્સખેચ, વોલીબોલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓની જામનગર શહેર કક્ષાની સ્પર્ધાનો પણ શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં તા.3/5/2022નાં રોજ વોલીબોલ ભાઈઓની સ્પર્ધા ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય ખાતે, ચેસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા હરિયા કોલેજ, જામનગર ખાતે અને યોગાસન ભાઈઓ-બહેનોની સ્પર્ધા સજુબા ગર્લ્સ હાઇસ્કુલ,જામનગર ખાતે, કબ્બડી ભાઈઓની સ્પર્ધા પ્રણામી હાઇસ્કુલ મેદાન ખાતે તેમજ તા.4/5/2022નાં રોજ વોલીબોલ બહેનોની સ્પર્ધા નેશનલ હાઇસ્કુલ ખાતે, રસ્સાખેચ ભાઈઓ-બહેનોની સ્પર્ધા ક્રિકેટ બંગલા મેદાન ખાતે, કબ્બડી બહેનોની સ્પર્ધા શાળા નંબર-31 મેદાન ખાતે યોજાયેલ હતી. જેમાં જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભરતભાઈ પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશકુમાર વાળા ઉપસ્થિત રહ્યા હતા.આ સ્પર્ધાઓમાં જામનગર શહેરના રમતવીરો ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.