Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત

કલેક્ટર કેતન ઠક્કર દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત

કલેક્ટરે સમયસર કામગીરી પૂર્ણ કરવા તેમજ અરજદારોના પડતર પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા લગત વિભાગોને સૂચના આપી

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની મુખ્ય કચેરીઓની મુલાકાત લઈ કલેક્ટરએ શાખાવાર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ કોઈ પણ કામગીરી પડતર ન રહે તેની તાકીદ કરી હતી અને અધિકારીઓને સમયસર કામગીરીનો નિકાલ કરવા સૂચના આપી પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ભાર મુક્યો હતો.

- Advertisement -

કલેક્ટર કેતન ઠક્કરે કચેરીઓની ઇ-ધરા કામગીરી, મહેકમની વિગત, સ્વચ્છતા અને કામગીરી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની શકે તે હેતુથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, કલેક્ટરે જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો સાથે પણ મુલાકાત કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ જનતાની સુવિધા અને સંતોષને પ્રાધાન્ય આપે છે.

આ તકે પ્રાંત અધિકારી ગ્રામ્ય બી.એ.કાલરિયા, મામલતદાર એમ. કે. ચાવડા, સબ રજિસ્ટ્રાર યુવરાજસિંહ રાણા, દક્ષાબેન રાવલિયા સહિતના અધિકારીઓ કલેક્ટર સાથે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular