Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ : 12.5 ડિગ્રી તાપમાન

જામનગરમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ : 12.5 ડિગ્રી તાપમાન

24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી ગગડયો : મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું

- Advertisement -

ખબર-જામનગર
જામનગરમાં આજે લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી સુધી પહોંચી જતાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જેના પરિણામે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા હતાં. ઠંડીનું પ્રમાણ વધતા માનવીઓની સાથે સાથે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની ગઇ હતી. મોડીસાંજે તથા વહેલીસવારે ઠંડક, બર્ફીલા પવનના સુસવાટાથી શહેરીજનો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના વિસ્તારના હિમવર્ષા અને બર્ફીલા પવનોની અસર જામનગર સહિત દેશના અનેક રાજ્યોમાં જોવા મળી હતી. જામનગર શહેરમાં 24 કલાકમાં દોઢ ડિગ્રીથી વધુ તાપમાનનો પારો ગગડી જતાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. અને ચાલુ સીઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગરમાં મહત્તમ તાપમાન 25.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા તથા પવનની ગતિ 6 કિ.મી. પ્રતિકલાક નોંધાઈ હતી. ગઈકાલે લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયા બાદ દોઢ ડિગ્રી જેટલો ઘટાડો થતાં તાપમાન 12.5 ડિગ્રી પહોંચી ગયું હતું.
જામનગર શહેરી સાથે સાથે ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી. ગામડાઓમાં બજારો સવારે મોડી ખુલ્લી હતી. તો શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા શહેરીજનો તાપણાનો સહારો લઇ રહ્યા હતાં. તેમજ ગરમ વસ્ત્રોમાં શહેરીજનો લપેટાયા છે. આ ઉપરાંત ઠંડીથી લક્ષ્મણ મેળવવા ચા-કોફી-સૂપ-કાવો સહિતની ગરમ ખાણીપીણીની માંગ પણ વધતી જઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular