Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠંડા પવનોનો દોર યથાવત

જામનગરમાં ઠંડા પવનોનો દોર યથાવત

છેલ્લાં ચાર દિવસમાં મહત્તમ તાપમાન 11.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી ઘટયું: બે-ત્રણ દિવસથી ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડુગાર : લઘુતમ તાપમાન ફરી 12 ડિગ્રીએ પહોંચ્યું

- Advertisement -

જામનગર પંથકમાં છેલ્લાં ત્રણેક દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. જેને પરિણામે શહેરીજનો ફરી ગરમ વસ્ત્રોમાં લપેટાવા મજબુર થયા છે. અને ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાર જ દિવસમાં મહત્તામ તાપમાન 11.5 ડિગ્રી જેટલું નીચે આવી ચૂકયુ છે તો લઘુતમ તાપમાન પણ 9.5 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. જેને પરિણામે શહેરીજનો ઠંડીના ચમકારાનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જે અનુસાર શનિવારે જામનગર તથા દ્વારકા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ છેલ્લાં બે થી ત્રણ દિવસથી શહેરમાં ઠંડા પવનોએ જોર પકડયું છે. જેના પરિણામે લોકોના ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે રવિવારે પણ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડો પવન ફુંકાતા ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.

જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 12.0 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 58 ટકા નોંધાયું હતું. છેલ્લાં ચાર દિવસમાં જામનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં 11.5 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 9.5 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. પહેલી માર્ચે જામનગરનું મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી નોંધાયું હતું. જે ચાર દિવસમાં 11.5 ડિગ્રી ઘટી આજે 24.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે લઘુતમ તાપમાન પહેલી માર્ચે 21.5 ડિગ્રી નોંધાયા બાદ ચાર દિવસમાં 9.5 ડિગ્રી ઘટી જતા આજે 12 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેને પરિણામે શહેરીજનો ફરી એકવખત ઠંડીના નવા રાઉન્ડનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જામનગરમાં શિયાળાની સિઝનનું સૌથી ઓછું તાપમાન પણ 12 ડિગ્રી રહ્યું હતું. ત્યારે ફરી એક વખત લઘુતમ તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી જતા ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. શન્વિારે કમોસમી વરસાદી વાતાવરણને પરિણામે શહેરમાં ઠંડી, ગરમી તથા વરસાદી વાતાવરણની ત્રેવડી ઋતુને કારણે ઘરે ઘરે શરદી, ઉધરસ, તાવ સહિતના વાયરલ રોગચાળાના કેસો વધ્યા છે. ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડગુાર બન્યું છે. જેના પરિણામે શહેરીજનો ફરી એક વખત ગરમ વસ્ત્રો પહેરવા મજબુર બન્યા છે.

શહેરમાં બર્ફીલા પવનનો દોર યથાવત રહેતા ગઈકાલો રવિવાર હોવા છતાં રજાના દિવસે શહેરીજનો બહાર નિકળવાનું ટાળી રહ્યા હતાં.

- Advertisement -

 

છેલ્લાં ચાર દિવસનું જામનગરનું તાપમાન
તારીખ  મહત્તમ તાપમાન  લઘુત્તમ તાપમાન
4 માર્ચ 24.50 12.00
3 માર્ચ 27.00 16.50
2 માર્ચ 30.50 22.00
1 માર્ચ 36.00 21.50
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular