Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતઠંડીનું ટોર્ચર : રાજયમાં સતત 4 દિવસથી કાતિલ ઠંડીનો ભરડો યથાવત્

ઠંડીનું ટોર્ચર : રાજયમાં સતત 4 દિવસથી કાતિલ ઠંડીનો ભરડો યથાવત્

કારના કાચ પર જામ્યો બરફ

- Advertisement -

ગુજરાતમાં ચોથા દિવસે કાતિલ ઠંડીનો ભરડો યથાવત રહ્યો છે. અનેક વિસ્તારોમાં સ્થિર થયેલા સિગલ ડિઝીટ તાપમાને જનજીવન ઠીંગરાવી દીધું છે. જામનગરમાં પણ છેલ્લા 4 દિવસથી ન્યુનતમ તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ સ્થિર રહયો છે. ઠંડીને કારણે કેટલીક જગ્યાએ વાહનોના કાચ પર બરફ જામેલો જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી તાપમાન માઇનસ ડિગ્રીમાં રહ્યું છે. ગુજરાતમાં શીતલહેર યથાવત રહેતા લોકો કાતિલ ઠંડીથી ભારે ત્રસ્ત બન્યા છે. આ ઠંડીથી રક્ષણ મેળવવા લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો 7 થી 9 ડિગ્રી પર યથાવત રહેતા કાતિલ ઠંડી જોવા મળી હતી. સવારથી લોકોને ઠંડીનો સામનો કરવો પડયો હતો. અસહ્ય ઠંડી પગલે સ્વેટર બજારમાં ખરીદી જોવા મળી હતી.

- Advertisement -

ઉત્તર ગુજરાતમાં વાતાવરણમા આવેલા પલટા બાદ ઠંડીનો અસહ્ય ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમા હાડ થીજવતી ઠંડી પડતા લોકો ઠંડીથી ત્રસ્ત બની રહ્યા છે. બુધવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા 7 તો સાબરકાંઠા 8 અને અરવલ્લીમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોલ્ડવેવની અસરથી ગત સપ્તાહ કરતા પાંચથી સાત ડિગ્રી તાપમાન ગગડયું હતું. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ગગડતાં માઇનસ ચાર ડીગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે ગુરુ શિખર પર માયનસ 6 ડીગ્રી તાપમાન પહોંચ્યુ છે. તથા માઉન્ટ આબુમાં ઠંડીનુ જોર વધતાં પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જોકે માયનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સતત ચાર દિવસથી ગગડયો છે. માઉન્ટ આબુમાં માયનાસ ચાર ડિગ્રી અને ગુરૂ શિખર પર માયનસ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી તાપમાન ઘટવા લાગ્યું છે અને સવારના સુમારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. તેમજ પાણીના કુંડા તેમજ ગાડીઓ ઉપર સહિતના અનેક સ્થળો પર બરફ છવાઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular