એનસીસી હેડકવાર્ટર, નવી દિલ્હી દ્વારા પુનિત સાગર અભિયાન અંતર્ગત ભારતભરમાં વિવિધ સ્થળોએ દરિયાકિનારાનું સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.19નાં રોજ જામનગરમાં રોઝી પોર્ટ વિસ્તારમાં 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં વિવિધ શાળાનાં કેડે્ટસ દ્વારા સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોમાં દરિયાકિનારાની સ્વચ્છતા તેમજ સીંગલ યુઝ પ્લાસ્ટિકની જીવનશૈલીનાં પ્રચાર અને સમજણોનો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી(આઇએએસ) દ્વારા આ કાર્યક્રમની ફલેગ ઓફ સેરેમની યોજવામાં આવી હતી અને કેડેટ્સને આ સુંદર કાર્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતોે.