કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓએ આજે ખોડીયાર કંન્ટેનર જંકશન, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. તે દરમિયાન તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચારો વહેતા થયા છે કે રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. પણ મંત્રીમંડળના વિસ્તરણની વાત માત્ર હવામાં છે.
ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તેમજ બોર્ડ નિગમોમાં નિમણુંક કરવામાં આવશે તે વાતને આજે સીએમ રૂપાણીએ નકારી કાઢી છે. તેઓએ કહ્યું હતું કે આવી કોઈ વાત જ નથી. આજે યોગદિન નિમિતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે યોગા દિવસ અને વેક્સિનેશન મહા અભિયાન દેશભરમાં શરૂ થઈ રહ્યું છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા લાગે છે કે વેકેશનમાં આવશ્યક છે. ગુજરાત વેક્સીનેશનમાં સૌથી મોખરે છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સવા બે કરોડ ડોઝ આપી દીધા છે. ગુજરાતની જનતાને અપીલ કરું છું આ મહા અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ લોકો વેક્સિનેશન કરાવે. આજે સાંજે 3 વાગ્યાથી 18થી44 વર્ષના યુવાઓ પણ સ્થળ પર જઈને જ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.