Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં લોકડાઉન લાગુ કરવાને લઇને સીએમ રૂપાણીનું મોટું નિવેદન

રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાને લઇને સીએમ રૂપાણીનું મોટું નિવેદન

- Advertisement -

હાલ ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાજ્યમાં અગામી સમયમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલ લોકડાઉન લાગુ કરવામાં નહી આવે. તેમજ રાજ્યમાં શાળા કોલેજો ચાલુ રાખવી કે બંધ કરી દેવી તે અંગે આજે બેઠક મળશે અને તેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે સુરતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના પગલે શાળા કોલેજો તથા ટ્યુશન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. હોળીનો તહેવાર ઉજવવો કે નહી તે અંગે પણ બાદમાં નિર્ણય લેવામાં આવશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા જણાવવામાં આવ્યું છે. અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ 1200થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરામાં રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular