જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓની ચુંટણી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં જ ચુંટણી પ્રચાર દરમિયાન કોરોના સંક્રમણનો શિકાર બનેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સાંજે રાજકોટમાં વોર્ડ નં.10માં રૈયા રોડ પરના બુથમાં મતદાન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે આજે જ મુખ્યમંત્રી રૂપાણીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. હોસ્પિટલમાં રહેલા વિજયભાઇ રૂપાણીએ હોસ્પિટલથી સીધા મતદાન મથકએ પહોંચી લોકશાહીના આ પર્વમાં મતદાનની ફરજ નિભાવી હતી. અને બાકી રહેલા મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું.