Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home રાજ્ય જામનગર જામનગરમાં શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 49.64 ટકા મતદાન

જામનગરમાં શહેરમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 49.64 ટકા મતદાન

જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાઓનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતદાન ધીમુ જોવા મળી રહ્યું છે. જામનગરમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 49.64 ટકા જ મતદાન થયું છે. ધીમા મતદાનને કારણે રાજકિય પક્ષો પણ ચિંતામાં મુકાયા છે. સતાધારી ભાજપના નેતાઓ ધીમા મતદાનથી ચિંતિત બની ગયા છે. અને મતદાન વધારવા પ્રયાસો કરી રહ્યા છે.

જામનગરમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 49.64 ટકા મતદાન નોંધાયું છે. જે 6 મહાનગરપાલિકાઓમાં સૌથી વધુ મતદાન છે. જામનગરમાં વોર્ડ નં.12માં સૌથી વધુ 60.99 ટકા તથા વોર્ડ નં.9માં સૌથી ઓછું 42.54 ટકા મતદાન નોંધાયું છે.

કયાં વોર્ડમાં કેટલા ટકા મતદાન

વોર્ડ નં.1- 57.12 ટકા
વોર્ડ નં.2- 50.86 ટકા
વોર્ડ નં.3- 46.19 ટકા
વોર્ડ નં.4- 52.20 ટકા
વોર્ડ નં.5- 46.42 ટકા
વોર્ડ નં.6- 50.15 ટકા
વોર્ડ નં.7- 47.22 ટકા
વોર્ડ નં.8- 44.30 ટકા
વોર્ડ નં.9- 42.54 ટકા
વોર્ડ નં.10- 48.87 ટકા
વોર્ડ નં.11- 50.01 ટકા
વોર્ડ નં.12- 60.99 ટકા
વોર્ડ નં.13- 49.92 ટકા
વોર્ડ નં.14- 48.21 ટકા
વોર્ડ નં.15- 49.66 ટકા
વોર્ડ નં.16- 45.26 ટકા

Most Popular