Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારત વિરોધી નિવેદન આપનાર બ્રિટિશ સાંસદ સાથે પંજાબના સીએમની મુલાકાત

ભારત વિરોધી નિવેદન આપનાર બ્રિટિશ સાંસદ સાથે પંજાબના સીએમની મુલાકાત

- Advertisement -

હાલમાં જ જમ્મુ કાશ્મીર ઉપર ભારત વિરોધી નિવેદન આપનાર બ્રિટિશ સાંસદ આજે પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંઘ માન સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.

- Advertisement -

પંજાબના મુખ્યમંત્રીએ ભગવતસિંઘ માન ચંદિગઢમાં તેમના નિવાસ સ્થાને બ્રિટિશ સાંસદ તનમનજીત સિંઘ ઢેસી શનિવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યાં હતાં અને આ બંન્ને વચ્ચેની બેઠક એક કલાક સુધી ચાલતાં રાજકારણ ગરમાયું હતું. આ બેઠક સદર્ભે પૂર્વ આર્મી ચિફ જનરલ જે.જે.સિંહે ‘જમ્મુ કાશ્મીર પર ભારત વિરોધી વલણ માટે તનમનજીત સિંઘ પ્રખ્યાત છે અને આવા વિવાદાત સ્પદ સાંસદનું પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સ્વાગત કરે છે. મુખ્યમંત્રી અને બિટિશ સાંસદ વચ્ચેની મુલાકાતની વિગતો જાહેર કરવી જોઇએ. તેવી માંગણી પૂર્વ આર્મી ચિફે કરી હતી.

આ બેઠકને લઇને આપના નેતા નિલ ગર્ગે પણ સવાલ કર્યો હતો કે, જો તનમનજીત સિંઘ ઢેસી ભારત વિરોધી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા તેમને દેશમાં આવવાની મંજૂરી કેમ આપવામાં આવે છે અને પંજાબની આપ સરકારની બદનામ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular