જામનગર શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઇ રહ્યું છે. જામનગરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જામનગરની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ વેપારી સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસનું બંધનું એલાન કર્યું છે. આ સાથે જામનગર તંત્ર પણ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. જામનગરના વહિવટીતંત્ર દ્વારા માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ કાર્યવાહી કરી રહ્યું છે. જે અંતગર્ત આજરોજ જામનગરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દૂકાનો તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચા અને પાનની દૂકાનોમાં લોકોની ભારે ભીડ જામતી હોય છે. જેના પગલે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાનની દૂકાનો ખાતે લોકોની ભારે ભીડ જામતી હોય. કોરોનાનું સંક્રમણ વધું ફેલાય શકે છે અને આવા લોકો સુપર સ્પ્રેડર પણ બની શકે છે. હાલમાં કોરોનાનું તાંડવ ચાલી રહ્યું હોય કોરોના સામે રક્ષણ મેળવવા તંત્ર અનેકવિધ પગલાંઓ લઇ રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ જામનગરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાનની દૂકાનો બંધ કરાવવામાં આવી હતી.