Sunday, December 22, 2024
Homeરાજ્યસોમનાથમાં આજે દેશના સૌથી ભવ્ય ભાજપના કાર્યાલયનું ખાતમુહર્ત

સોમનાથમાં આજે દેશના સૌથી ભવ્ય ભાજપના કાર્યાલયનું ખાતમુહર્ત

- Advertisement -

ગુજરાતભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સોમનાથમાં ભાજપના કાર્યાલયનું ખાતમૂહર્ત કરશે. વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર કમળ આકારનું દેશનું સૌથી ભવ્ય ભાજપનું કાર્યાલય નિર્માણ પામવા જઇ રહ્યું છે. જેને સોમ કમલમ નામ આપવામાં આવ્યું છે.

- Advertisement -

સોમનાથમાં ભાજપ દ્વારા દેશનું સૌથી ભવ્ય કમળ આકારનું કાર્યાલય બનવા જઇ રહ્યું છે. જેનું “સોમ કમલમ”નામ આપવામાં આવ્યું છે. દિલ્હીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે.જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ પણ હશે. ઉગતા કમળના આકારનું આ કાર્યાલય “સોમ કમલમ” સમગ્ર દેશમાં નમૂનારૂપ કાર્યાલય બનશે અને સોમનાથ આવનારા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉપરાંત આજે રોજ સીઆર પાટીલ સોમનાથ મંદિરમાં પૂજા કરશે અને સોમનાથ મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત કળશ અર્પણ કરશે.સોમનાથ મંદિરના શિખરને સુવર્ણમય કરવા માટે હવે 350 જેટલા સુવર્ણ કળશ બાકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular