જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસ.ટી. બસ ડેપો અને રેલવે સ્ટેશન ખાતે માસ ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર મેયર, ડે. મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના રાજકીય આગેવાનોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ એસ.ટી. બસ સ્ટેન્ડની આસપાસનો વિસ્તાર સ્વચ્છ કર્યો હતો.
ભારત સરકાર ના દેશ વ્યાપી સ્વચ્છ ભારત અભિયાનના અનુસંધાને રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન 15-10-2023 થી 16-12- 2023 સુધી સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે, આ સ્વચ્છતા અભિયાન આગામી બે મહિના સુધી સરકાર દ્વારા ચલાવવામાં આવશે, જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા એસ.ટી. બસ ડેપો અને રેલવે સ્ટેશન ગાંધીનગર ખાતે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ હેઠળ માસ ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના રાજકીય આગેવાનો અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ એ બહોળા પ્રમાણમાં એકત્ર થઈ સ્વચ્છતા અભિયાન સઘન ઝુંબેશના ભાગરૂપે એસ.ટી. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમા શ્રમદાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા , શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, નાયબ કમિશનર બી. એન. જાની, સોલિડ વેસ્ટના અધિકારી મુકેશભાઈ વરણવા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, ડે. ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન, જામનગર એસ.ટી. ડેપોના એ.ટી.એસ. જે.પી. જાડેજા, ડેપો મેનેજર એન.બી. વરમોરા, ગાંધીનગર રેલ્વે સ્ટેશન મેનેજર આર.કે. વર્મા જામનગર મહાનગર પાલિકાના તમામ ખાતાકીય અધિકારીઓ અને વિવિધ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું.