Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર-સપડા રોડ પર પર્યાવરણ પ્રેમીઓનું સફાઈ અભિયાન

જામનગર-સપડા રોડ પર પર્યાવરણ પ્રેમીઓનું સફાઈ અભિયાન

- Advertisement -

ગણેશ ચતુર્થી નિમિત્તે સેંકડો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને સિધ્ધી વિનાયક મંદિર-સપડા દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીઓ દ્વારા રસ્તામાં અનેક સ્થળોએ સેવાકેમ્પ લગાવવામાં આવ્યા હતાં. આ સેવા કેમ્પમાં વપરાયેલો પ્લાસ્ટિકનો સામાન જેવા કે પાણીના ગ્લાસ, પાણીની બોટલ, પ્લાસ્ટિકની અને થર્મોકોલની ડીસ વગેરે જેવો સામાન માર્ગો પર જ્યાં-ત્યાં ફેંકી દેવામાં આવ્યો હતો. જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોય, આવો કચરો ઘણી વખત અબોલ પશુઓ આરોગવાથી તેમના મોત પણ નિપજે છે આ હેતુથી જામનગરમાં પર્યાવરણ પ્રેમી મનિષભાઈ ત્રિવેદી, ધીરુભાઈ બુદ્ધ, અંકુર ગોહિલ, કૌશલ મોદી વગેરે એ આ હાનિકારક પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે સમગ્ર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો અને લોકો માટે ઉદાહરણ પૂરુ પાડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular