Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય તથા નેવીના જવાનો સહિતના અગ્રણીઓ દ્વારા લખોટા તળાવમાં સફાઈ અભિયાન

ધારાસભ્ય તથા નેવીના જવાનો સહિતના અગ્રણીઓ દ્વારા લખોટા તળાવમાં સફાઈ અભિયાન

- Advertisement -
જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાખોટા તળાવ અંદર સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં  ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાષકપક્ષ નેતા આશિષભાઈ જોશી, મ્યુનિ. કમિશ્નર ડી. એન. મોદી, ડે.કમિશ્નર ભાવેશભાઈ જાની, જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી ના સી.ઇ.ઓ જે.ડી.ગઢવી તમેજ  મ્યુની. સભ્યઓ, દરેક શાખાના  શાખા અધિકારી તેમજ શાખાના કર્મચારીઓ અને (નેવી) આઈ.એન.એસ. વાલસુરાના કેડેટ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો, એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા હતા, અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ જેટલા આઈ.એન.એસ. વાલસુરા નેવી કેડેટ, મહાનગરપાલિકાના  તમામ શાખાના આશરે ૨૫૬ જેટલા કર્મચારીઓ, ૬૪૨ જેટલા સ્થાનિક લોકો અને ૨૦૬ સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે ૨૫૦૮ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું.
 જેમાંથી એકત્રિત થયેલ કચરાનું ૦૧ જે.સી.બી., ૦૮ ટ્રેક્ટર અને ૦૪ ટાટા ૪૦૭ કચરા નીકાલ વાહનો દ્વારા પ્રતિ વાહન ૦૨ ટ્રીપ મારફત ૬૧.૭૪ ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular