Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પક્ષીપ્રેમી દ્વારા માટીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ

જામનગરના પક્ષીપ્રેમી દ્વારા માટીના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ

- Advertisement -

જામનગરના પક્ષીપ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતાં બર્ડસેવર પ્રકૃતિપ્રેમી ફિરોઝખાન પઠાણ અને તેમના મિત્ર ગ્રુપ દ્વારા સતત 14માં વરસે પક્ષીઓને પાણી માટેના કુંડા અને ચકલી માટે માટીના માળાનું નિ:શૂલ્ક વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છ.

- Advertisement -

છેલ્લા 13 વર્ષથી ચલાવવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિમાં 13 હજારથી વધુ કુંડા અને માળા વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક પક્ષીઓની સારવાર કરી ફરી ગગનમાં વિહરતા કરવામાં આવેલ છે. તેમજ રાષ્ટ્રીય પક્ષી મોરને 365 દિવસ ચણ પણ આપવાની સેવા ફિરોઝખાન પઠાણ આપી રહ્યાં છે. આ વર્ષે સુજાતા મશીન ટુલ્સના સુજીતભાઇ નકુમના સહયોગથી 20 માર્ચ સવારે 9:30થી 12 વાગ્યા દરમિયાન ડીકેવી સર્કલ પાસે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા ફોટો જર્નાલીસ્ટ વિશ્ર્વાસ ઠક્રકર, પક્ષીવિદ આશિષ પાણખાણીયા, પક્ષીપ્રેમીઓ અંકુર ગોહિલ, જુમા સફીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular