જામનગરમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત આવેલ વ્યક્તિ જેઓ તા. 28 નવેમ્બરના રોજ જામનગર આવ્યા હતા. તેમને તા. 29 નવેમ્બરના રોજ શરદી, ઉધરસના લક્ષણો હોવાથી પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોના અંગેનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ મળ્યો હતો.
આ દર્દી આફ્રિકન દેશમાંથી આવેલ હોવાથી જે.એમ.સી. દ્વારા દર્દીના સંપર્કમાં આવેલ તમામને ટ્રેસ કરવામાં આવ્યા છે, હાલ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે કે નહીં તે માટે દર્દીનું સેમ્પલ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલવામાં આવ્યું છે. આ અંગે સ્પષ્ટ રિપોર્ટ આશરે ચારથી પાંચ દિવસમાં આવવાની શક્યતા છે તેમ કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી દ્વારા જણાવવામાં આવ્યું છે