Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરરૂા.47,56,833નો લેણી રકમનો દાવો ખર્ચ વ્યાજ સહિત મંજૂર

રૂા.47,56,833નો લેણી રકમનો દાવો ખર્ચ વ્યાજ સહિત મંજૂર

- Advertisement -

જામનગર શહેરમાં આવેલી પેઢી દ્વારા મોરબીની પેઢીની રૂા.47.56 લાખનો પેટ્રોલિયમ કોલ ઉધાર આપ્યો હતો અને આ રકમ મોરબીની પેઢી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે અદાલતમાં રજૂ કરાયેલા દાવામાં મોરબીની પેઢીના વાર્ષિક છ ટકા વ્યાજ સહિત રકમ ચૂકવવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ જામનગર શહેરની કોટક પેટ્રોલીયમ એલએલપી દ્વારા મોરબીના અક્ષર કોર્પોરેશનને રૂા. 47,56,833નો પેટ્રોલિયમ કોલ માલ બીલથી ઓર્ડર મુજબનો માલ મોરબીના અક્ષર કોર્પોરેશનને ટ્રાન્સપોર્ટ મારફત મોકલી આપ્યો હતો. ત્યારબાદ કોટક પેટ્રોલિયમ દ્વારા કાયદેસરની બીલ મુજબની લેણી રકમ રૂા. 47,56,833 ની અનેક વખત માંગણી કરવા છતાં તથા ટેલીફોનીક જાણ કરવા છતાં પણ રકમ ચુકવવામાં આવી ન હતી. જેથી કોટક પેટ્રોલિયમના હેમલભાઈ દ્વારા તેમના વકીલ મારફત લીગલ નોટીસ મોકલવામાં આવી હતી. જે નોટીસ મળ્યા બાદ પણ અક્ષર કોર્પોરેશન દ્વારા જાણી જોઇને યોગ્ય સમયમાં કોર્ટમાં હાજર થયા ન હતાં અને પેટ્રોલીયમ કોલના રૂા.47,56,833 ચૂકવ્યા ન હતાં.

ત્યારબાદ કોટક પેટ્રોલિયમના હેમલભાઇ દ્વારા અક્ષર કોર્પોરેશન વિરૂધ્ધ જામનગર સીવીલ કોર્ટમાં લેણી રકમ વસુલ મેળવવા સમરી દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવામાં સમરી પ્રોસીડીંગ્સ મુજબ અક્ષર કોર્પોરેશન તરફથી કોઇ હાજર રહ્યા ન હતાં. તેથી જામનગર સીવીલ કોર્ટ દ્વારા અક્ષર કોર્પોરેશન તથા તેના પ્રોપરાઇટર રોહિત નરભેરામ ભાલોરીયાને રૂા. 47,56,833 ની રકમનો દાવો દાખલ થયા તારીખથી વાર્ષિક 6 % વ્યાજ સહિતની રકમ ચુકવી આપવાનો તથા દાવાનો ખર્ચ પણ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો આ કેસમાં કોટક પેટ્રોલિયમ તરફથી વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ.નાનાણી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular