Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતનાગરિક ધર્મ : પ્રધાનમંત્રી મોદીના 99 વર્ષના માતા હીરા બા એ કર્યુ...

નાગરિક ધર્મ : પ્રધાનમંત્રી મોદીના 99 વર્ષના માતા હીરા બા એ કર્યુ મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા પણ મતદાન કરવા પહોંચ્યા. પીએમ મોદીના માતાને સુરક્ષાકર્મી અને પરિવારના લોકો સહારો આપીને મતદાન કેન્દ્ર સુધી લાવ્યા અને ત્યાં હીરાબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.

- Advertisement -

નોંધનીય છે કે, 2019માં પણ ગુજરાતમાં જે મતદાન થયું હતુ. તેમાં પણ પીએમ મોદીના માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના માતા હીરા બા 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.

શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

- Advertisement -

નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular