જામનગરમાં વીજચોરી અંગે પીજીવીસીએલ દ્વારા એક આસામીને 2,62,000 નું પાવરચોરીનું બીલ આપ્યું હોય તે બીલ રદ્દ કરાવવા આસામી દ્વારા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરાતા કોર્ટ દ્વારા આ દાવો ફગાવ્યો હતો.
જામનગરમાં રહેતા ઘનશ્યામ કલાચંદ ભારાણીને ત્યાં પીજીવીસીએલ કર્મચારી દ્વારા મીટર બદલાવીને મીટર લેબ રોજકામ કરતા મીટરમાં ચેડા કર્યા હોવાનું જણાતા આસામીને રૂા.2,62,003 નું પાવરચોરીનું પૂરવણી બીલ આપ્યું હતું. જે રદ્દ કરાવવા માટે ઘનશ્યામ કલાચંદ ભારાણીએ કોર્ટમાં દાવો દાખલ કરીને મનાઇ હુકમ મેળવ્યો હતો. આ દાવો ચાલી જતાં પીજીવીસીએલ કંપની તરફથી તેના પેનલ એડવોકેટ દ્વારા કરાયેલ દલીલોને ધ્યાને લઇ કોર્ટ દ્વારા ઘનશ્યામ ભારાણીનો દાવો રદ્દ કરતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં પીજીવીસીએલ તરફથી ધારાશાસ્ત્રી રાજેશ કે. વશિયર રોકાયા હતાં.