જામનગર સીટી એ ડીવીઝન પોલીસે રૂ1,14,000ની કિમંતની 228નંગ દારૂની બોટલ તથા બે મોટરકાર મળી કુલ રૂ 9,14,500નો મુદ્દામાલ પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર સીટી એ ડીવીઝન પોલીસના પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા તથા હે.કો. યુવરાજસિંહ જાડેજાને યુનો કેમિસ્ટની સામેની ગલી માંથી બે મોટરકાર માં વિદેશી દારૂ સાથે શખ્સો નીકળવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારેજીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ સીટી એ ના પી.આઈ. એમ.જે.જલુ તથા પી.એસ.આઈ. એમ.વી.મોઢવાડિયા તથા હે.કો. યુવરાજસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, પો.કો. પ્રવીણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા તથા હે.કો. યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવતા એક સ્વીફ્ટ કાર નીકળતા રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે મોટરકાર રોકી ન હતી અને નાશી જઈ દિ.પ્લોટ 49 આશાપુરા મંદિરની પાછળ સ્વીફ્ટ કારનો ચાલક સ્વીફ્ટ કાર છોડી ભાગી ગયેલ હોય મોટરકારની તપાસ હાથ ધરતા GJ-01-KV-2862 નંબરની કાર માંથી રૂ60,000ની કિમંતની 120નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ દ્વારા રૂ60,000ની કિમંતની 120નંગ દારૂની બોટલ તથા 5,00,000ની કિમંતની મોટરકાર મળી કુલ રૂ. 5,60,000નો મુદ્દામાલ કબજે કરી કારચાલકની શોધખોળહાથ ધરી હતી.
આ ઉપરાંત એક વર્ના કાર નીકળતા રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે મોટરકાર રોકી ન હતી અને નાશી જઈ દિ.પ્લોટ 56 વિસ્તારમાં વર્ના કારનો ચાલક વર્ના કાર છોડી ભાગી ગયેલ હોય મોટરકારની તપાસ હાથ ધરતા GJ-10-DG-5256 નંબરની કાર માંથી રૂ54,000ની કિમંતની 108 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસ દ્વારા રૂ54,000ની કિમંતની 108નંગ દારૂની બોટલ તથા 3,00,000ની કિમંતની મોટરકાર અને 500ની કિમંતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 3,54,000નો મુદ્દામાલ કબજે કરી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. આમ પોલીસ દ્વારા બે દરોડામાં કુલ રૂ1,14,000ની કિમંતની 228નંગ દારૂની બોટલ તથા બે મોટરકાર મળી કુલ રૂ 9,14,500નો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને કારચાલકોની શોધખોળહાથ ધરી હતી