જામનગર સીટી એ પોલીસે એક શખ્સને ચોરીના કેસમાં ગયેલ રૂા. 42000 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર સીટી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કેસનો આરોપી મહાપ્રભુજીની બેઠક પાસે હોવાની સીટી એ ના પો.કો. ખોડુભા જાડેજા તથા ઋષિરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી અને પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી એ ના હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન સમીર રફીક ખાખી નામના શખ્સને ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલના રોકડા રૂા.42000 સાથે ઝડપી લીધો હતો.
ઘરફોડ ચોરીના કેસના આરોપીને ઝડપી લેતી સિટી એ પોલીસ
રૂા.42000 ની રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે