Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયગુજરાતમાં બિન મુસ્લિમ હિજરતીઓને નાગરિકતા

ગુજરાતમાં બિન મુસ્લિમ હિજરતીઓને નાગરિકતા

નાગરિકતા કાનૂન 1955 અંતર્ગત કેન્દ્ર સરકારનો નિર્ણય : આણંદ અને મહેસાણા જિલ્લાને મળશે લાભ

- Advertisement -

કેન્દ્ર સરકારે સોમવારે ફરી એકવાર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિન્દુઓ, શિખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાનો ફેસલો કર્યો છે, આ નાગરિકતા આપવાનો ફેસલો કર્યો છે, આ નાગરિકતા આ લોકોને નાગરિકતા કાનૂન 1955 અંતર્ગત અપાશે, મહત્વની વાત છે કે આ નાગરિકતા વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) 2019ના બદલે આપવામાં આવશે, આ રીતે સરકારનું આ પગલું ઘણું મહત્વનું છે. ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા ઉપરોક્ત લઘુમતીઓ માટે આ નિર્ણય લેવાયો છે.

- Advertisement -

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિવાદોમાં રહેલા નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (સીએએ) માં પણ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાક.થી આવનારા હિન્દુ, શિખો, બૌદ્ધ, જૈન, પારસીઓ અને ઈસાઈઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે, જો કે આ નિયમ હજુ સરકાર દ્વારા બનાવાયો નથી, એટલે અત્યાર સુધી આ નિયમ અંતર્ગત અત્યાર સુધી કોઈને નાગરિકતા નથી આપી શકાઈ. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ એક અધિસૂચનાના માધ્યમથી આ જાણકારી બહાર આવી છે. જે અનુસાર ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને નાગરિકતા અધિનિયમ 1955ની ધારા 5, ધારા 6 અંતર્ગત અપાશે, તેમને નાગરિકતા નિયમ 2009ની જોગવાઈઓ મુજબ ભારતના નાગરિક તરીકે રજીસ્ટ્રેશનની મંજુરી મળશે અથવા તેમને દેશના નાગરિકનું પ્રમાણપત્ર આપવામાં આવશે. અધિસૂચનામાં કહેવાયું છે કે ગુજરાતના આ બે જિલ્લામાં રહેતા આવા લોકોએ પોતાની અરજી ઓનલાઈન જમા કરવાના રહેશે, જેની ચકાસણી જિલ્લા કલેકટર દ્વારા કરાશે. આવેદન અને તેના પર રિપોર્ટ એક સાથે કેન્દ્ર સરકાર માટે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આદ્યસૂચનામાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયાને પુરી કર્યા બાદ કલેકટર આવેદન કરનારની યોગ્યતાથી સંતુષ્ટ થઈને, તેને જજીસ્ટર્ડ કે નાગરિક બનાવી ભારતની નાગરિકતા પ્રદાન કરશે. ઉલ્લેખનિય છે કે, કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનીસ્તાનથી સતાવવામાં આવેલ અને 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિન મુસ્લિમો, હિન્દુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈને ભારતની નાગરિકતા આપવા માંગે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular