ગઈકાલે 25 ડિસેમ્બરના નાતાલનું પર્વ હોય સમગ્ર શહેરમાં નાતાલના પર્વને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. એક તરફ પવનના સુસવાટા તો બીજી તરફ લોકો બાળકોને લઇને શહેરમાં ક્રિસમસનો શણગાર જોવા નિકળ્યા હતાં. આમ શહેરમાં ઠેર ઠેર શાન્તાકલોઝની વેશભુષા સાથે બાળકોને ચોકલેટ અપાઈ હતી. અને શહેરની ખ્રિસ્તી શાળાઓ તેમજ ક્રિસ્ટલ મોલ ખાતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટ આન્સ, સેન્ટ જેવીયર્સ ખાતે ભગવાન ઈસુના જન્મ અંતર્ગત ડેકોરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉત્સાહ પૂર્વક લોકો ફોટા પડાવતા જોવા મળી રહ્યા હતાંઉ તેમજ નગરની મધ્યમાં આવેલ ક્રિસ્ટલ મોલ ખાતે પણ ડીજે મ્યુઝિક અને બાળકો માટે અવનવી ગેઈમ, ક્રિસમસ ટ્રી, લાઈટોનો ઝગમગાટ તેમજ લોકોને ભીડ સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે ઠંડીનું જોર પણ ખૂબ જોવા મળી રહ્યું હતું. ત્યારે લોકો ગરમ સ્વેટર, જેકેટ અને ટોપી પહેરીને શહેરમાં લટાર મારતા દેખાયા હતાં.