જામનગરના હાપામાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે અજમા અને મરચાની આવકમાં ઐતિહાસિક ભારીની આવક થઈ હતી. જેમાં અજમો અને અજમાની ભુસીની 10 હજાર ગુણીઓ તેમજ મરચાના 210 વાહનો દ્વારા 11 હજાર ભારીઓની આવક થઈ હતી. મરચાની અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ ભારીની આવક થઈ હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી હિતેશ પટેલ દ્વારા જણાવાયું હતું.