Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સોમવારથી દર મહીને 4હજારની સહાય મળશે

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સોમવારથી દર મહીને 4હજારની સહાય મળશે

રાજ્યના 794 બાળક અનાથ બન્યાં, જ્યારે 3106 બાળકોએ એક વાલીની છત્રછાયા ગુમાવી

- Advertisement -

કોરોના વાયરસની મહામારીના પરિણામે દેશભરના લાખો લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. અને 794 બાળકો અનાથ થયા છે. ત્યારે 3106 બાળકોએ એક વાલીની છત્રછાયા ગુમાવી છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાળસહાય યોજના શરુ કરી છે. તે અંતર્ગત આવા બાળકોના ખાતામાં સોમવારે રૂ.4000ની યોજનાની સીએમ રૂપાણી શરુઆત કરાવશે. રાજ્ય સરકારની યોજનામાં કુલ 3900 બાળકોને આ યોજના અંતર્ગત સહાય મળશે.

- Advertisement -

રાજ્યમાં મહામારીમાં 794 બાળક માતા અને પિતા બંને ગુમાવ્યા છે. જયારે 3106 બાળકો માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા છે. રાજ્યમાં નિરાધાર બનેલાંમાંથી 220 બાળકો 10 વર્ષથી નાનાં અને 574 બાળક 10 વર્ષથી 18 વર્ષની ઉંમરનાં છે. જ્યારે એક વાલીવાળાં 1377 બાળક 10 વર્ષથી નાનાં અને 1729 બાળક 10થી 18 વર્ષની વયનાં છે. અનાથ બાળકના કિસ્સામાં તેની જવાબદારી લેનારી વ્યક્તિના અલગ નવા બેન્ક અકાઉન્ટમાં દર મહિને ડીબીટી દ્વારા રૂ. 4 હજાર જમા થશે અને 10 વર્ષ બાદ બાળકના નામે ખાતું ખોલાવી એમાં સહાય જમા કરાશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવશે.જે બાળકે કોરોના અગાઉ એક વાલી ગુમાવ્યા હોય અને કોરોનામાં અન્ય વાલીનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ અપાશે.

રાજ્યના સામાજિક ન્યાય અને  અધિકારીતા વિભાગે 11જુનના રોજ મુખ્યમંત્રી બાળસહાય યોજનાની શરુઆત કરી છે. જેમાં અનાથ અને માતા કે પિતા ગુમાવનાર બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી દર મહિના 4હજારની સહાય આપવામાં આવશે. અને 21 વર્ષથી 24 વર્ષની બાળકની ઉંમર થાય ત્યાં સુધી ઉચ્ચ શિક્ષણ માટે કે સ્વરોજગાર માટે આફ્ટર કેર યોજનામાં પણ જે બાળકો જોડાયેલાં હશે તેમને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular