આજે 21મી સદીમાં મોબાઇલ યુગમાં બાળકો મોબાઇલ ગેમોમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. ભાગ્યે જ જોવા મળતી રમતો હવે બાળકો રમતા જોઇ શકીએ છીએ. આ તસવીરમાં જોઇ શકાય છે કે, બાળકો લંગડી દા રમી રહ્યાં છે. બાળકો અગાઉના સમયમાં શેરી-ગલીઓમાં લંગડી દા તેમજ ઠેરીની દેશી રમતો રમતા હતાં. પરંતુ સમય જતાં મોબાઇલ યુગમાં આવી રમતો વિસરાઇ ગઇ છે. ત્યારે હાલના મોબાઇલ યુગમાં પણ બાળકો આ રમત રમતા હોય તે ખૂબ સારી બાબત છે. જામનગરમાં હજૂ પણ કેટલાંક બાળકો આ રમત-રમતા જોઇ શકાય છે. આથી હજૂપણ આવી રમતો ક્યાંરેક જોવા મળી શકે છે.