Tuesday, December 24, 2024
Homeરાજ્યમીઠાપુર પંથકમાં બાળક પર દુષ્કર્મ: આરોપીની અટકાયત

મીઠાપુર પંથકમાં બાળક પર દુષ્કર્મ: આરોપીની અટકાયત

દુકાને વસ્તુ લેવા આવેલા માસુમને ઘરમાં પુરી અને કરાયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

- Advertisement -

ઓખામંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા સાડા અગિયાર વર્ષના એક બાળકને આ જ વિસ્તારમાં રહેતા એક શખ્સે બળજબરીપૂર્વક પોતાના ઘરમાં લઈ જઈ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક પરિવારના અગિયાર વર્ષ પાંચ માસ અને 28 દિવસની ઉંમર ધરાવતો એક બાળક રવિવારે સવારના સમયે દુકાને વસ્તુ લેવા નીકળ્યો હતો, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા ભાવેશ પરમાર નામના દેવીપૂજક શખ્સ દ્વારા આ બાળકને મોઢે હાથ રાખી અને બળજબરીપૂર્વક પોતાના ઘરમાં લઈ ગયો હતો. અહીં માસૂમ બાળક પર ભાવેશ દ્વારા રૂમમાં પલંગ ઉપર સુવડાવી અને નગ્ન અવસ્થામાં કરી, તેના ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું.

આ બનાવ અંગે બાળકના પિતા દ્વારા મીઠાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડાએ દોડી જાઈ, આરોપી ભાવેશ પરમાર સામે આઇપીસી કલમ 363, 377, તથા પોક્સો એક્ટ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તેને રાઉન્ડઅપ કરી લીધો હતો. આરોપીના કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવે ભારે અરેરાટી સાથે નરાધમ સામે રોષની લાગણી જોવા મળી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ અગાઉ જામનગર રહેતો આશરે ત્રીસેક વર્ષનો ભાવેશ છેલ્લા કેટલાક સમયથી આરંભડા વિસ્તારમાં જ રહેતો હતો અને અગાઉ પરણિત એવો આ શખ્સ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણસર પત્ની સાથે રહેતો ન હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular