Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરરૂપારેલ નદીમાં ડૂબી જતા બાળકનું મોત

રૂપારેલ નદીમાં ડૂબી જતા બાળકનું મોત

નદીમાં માછલીને મમરા નાખતી વખતે પાણીમાં ડૂબી જતા પિતા અને નાની બહેન સામે જ મૃત્યુ : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો બાળક પોતાના પિતા અને નાની બહેન સાથે રૂપારેલ નદી પાસે ઈદની ઉજવણીને લઇ ગયા હતાં. આ દરમિયાન રૂપારેલ નદીમાં માછલીઓને મમરા નાખતી વખતે પાણીમાં ડૂબી જતા તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના કાલાવડનાકા બહાર કલ્યાણચોકમાં રહેતો એઝાજખાન અયુબખાન મોગલ (ઉ.વ.11) તેના પિતા અયુબખાન તથા તેની બહેન રૂહિના તથા જીયાન ઈદની ઉજવણીને લઇ બહાર ગયા હતાં. આ દરમિયાન રૂપારેલા નદીમાં માછલીઓને મમતા નાખતા હતાં તે દરમિયાન એઝાજખાન માછલીઓને મમરા નાખતી વખતે ઉંડા પાણીમાં ચાલ્યુ જતા તેના પિતા અને બહેનની નઝર સમક્ષ નદીના પાણીમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારના તરવૈયાઓ તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં માત્ર બાળકનો મૃતદેહ હાથમાં આવ્યો હતો. બાળકના મૃત્યુને લઇ પરિવારમાં ભારે માતમ છવાયો હતો.

આ અંગે મૃતક બાળકના પિતા અયુબખાન દ્વારા પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવીઝનના હેકો બી.એચ. લાંબરીયા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular