એસ્સારના ગ્રુપ ડાયરેકટર અને સીઈઓ દ્વારા મુખ્યમંત્રીની મુલાકાત કરી હતી અને આગામી વાઈબ્રન્ટ 2024 અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મુંબઇમાં એસ્સારના ગ્રુપ ડાયરેકટર અને સીઈઓ પ્રશાંત રુઈયા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી હતી. એસ્સાર ગુ્રપ વાઈબ્રન્ટ સમિટની 2003 માં શરૂઆતથી સહભાગી થયું છે અને આવનારી વાઈબ્રન્ટ 2024 માં તેઓ ગ્રીન હાઈડ્રોજન, ઉર્જા અને પોર્ટ સેકટર માટે નવા રોકાણો કરવા તત્પર છે તેમ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને વાઈબ્રન્ટ 2024 માં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું.