Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુજરાતની જનતાને અપીલ, જાણો શુ કહ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુજરાતની જનતાને અપીલ, જાણો શુ કહ્યું

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આવતીકાલથી 45 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્રારા જણાવવામાં આવ્યું છે કે જોગાનું જોગ વેક્સીનનું સસ્ત્ર આપણાં હાથમાં આવી ગયું છે. ઝડપથી લોકો વેક્સીન પ્રાપ્ત કરે અને પોતાના શરીરમાં એન્ટી બોડી ડેવલપ કરે. કોરોનાને મ્હાત આપે. આજ આપણા માટે શ્રેષ્ટ રસ્તો છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ ગુજરાતની તમામ જનતાને વેક્સીન લેવાની અપીલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલ 1 એપ્રિલ 2021 થી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત કરી રહ્યાં છીએ.  લગભગ 18 માર્ચ 2020 ના રોજ કેસ નોંધાયો હતો. ત્યારથી જ રાજ્ય સરકાર કોરોના સામે લડવા સતત સક્રિય રહી છે અને સજ્જ બનીને આ કોરોનાને મ્હાત કરવા આપણે સૌ સામુહિક પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારતમાં લગભગ 6 કોરોડ લોકોએ વેક્સીન લીધી છે અને ગુજરાતમાં 6 હજાર વેક્સીન કેન્દ્રો પર 1 લાખ 50 હજારથી વધુ આરોગ્ય કર્મચારી, સરકારી કર્મચારી અને સ્વયંસેવકો દ્વારા વેક્સીનેશનનું કાર્ય આપણે સફળતા પૂર્વક કરી રહ્યા છીએ.

31 માર્ચ સુધીમાં ગુજરાતમાં ટોટલ લગભગ 55 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આપણે ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર, 60 વર્ષથી ઉપરના લોકો, 45 વર્ષથી ઉપરના અન્ય રોગ ધરાવતા લોકોને વેક્સીન આપી છે. સફળતા પૂર્વક આપી છે. આવતીકાલથી શરૂ થતાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન ગુજરાત સરકાર આપવાની છે. સીએમ રૂપાણીએ જન અભિયાનના સ્વરૂપમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન લેવા માટે અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular