રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી 21-22 જુલાઇએ દ્વારકા આવી રહયા છે. તેઓ પરિવાર સાથે જગત મંદિર પર નૂતન ધ્વજારોહણ કર્યા બાદ જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિકાસકાર્યોની સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રીને કાર્યક્રમને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીની બે દિવસની દ્વારકા યાત્રામાં દ્વારકા ઉપ2ાંત શિવ2ાજપુર બીચ તેમજ બેટ દ્વારકામાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિ2ીક્ષ્ણ તેમજ સમીક્ષા કરવામાં આવનાર છે. 2ાજય પ્રવાસન વિભાગના નેજા હેઠળ શિવ2ાજપુર બીચને આશ2ે બસ્સો ક2ોડના ખર્ચે વિકાસકાર્યોની યોજનાનો પ્રથમ તબકકો શરૂ થઇ ગયો હોય જેમાં બાવીસ ક2ોડના ખર્ચે 2ોડ-રસ્તા તેમજ લાઇટીંગ સહિતની પ્રવાસનલક્ષી સુવિધાઓ વિક્સાવવાનું કાર્ય શરૂ ક2ાયું છે જયા2ે શિવ2ાજપુર બીચ પર ગાર્ડન, હ2ીયાળી, સુશોભન તેમજ પાર્કિંગ જેવી સુવિધાઓ વિક્સાવવાનું કાર્ય શરૂ કરાયું છે. જયારે શિવરાજપુર બીચ પર ગાર્ડન, હરિયાળી, સુશોભન તેમજ પાર્કિંગ જેવી સુવિધાઓ વિકસાવવા બીજા તબકકાના કામોના 84 ક2ોડના ટેન્ડર્સ બહાર પડી ચૂક્યા છે તેમજ ગતસપ્તાહે શિવ2ાજપુર બીચ ખાતે લોકભાગીદા2ીથી 2ીસોર્ટ, હોટલ અને ટેન્ટ જેવી રહેવા માટેની સુવિધાઓના ટેન્ડર્સ બહાર પાડવામાં આવ્યા હોય મુખ્યમંત્રીની મુલાકાત દરમ્યાન તમામ વિકાસકાર્યો અંગે નિ2ીક્ષણ-સમીક્ષા કરવામાં આવનાર છે. આ ઉપ2ાંત ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રીજના કામકાજનું નિ2ીક્ષ્ણ કરશે તેમજ બેટ દ્વારકામાં જાહેર ક2ાયેલ 15 જેટલા વિકાસ પ્રોજેકટસ માટેના સ્થળોની પણ મુલાકાત લેનાર હોવાની સંભાવના છે.
યાત્રાધામ દ્વારકાના વિકાસકાર્યોની સમીક્ષા કરશે મુખ્યમંત્રી રૂપાણી
21-22 જુલાઇએ મુખ્યમંત્રી પરિવાર સાથે દ્વારકા આવશે : શિવરાજપુર બીચ, સિગ્નેચર બ્રિજ સહિતના પ્રોજેકટની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે