Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મિલેટ એકસ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

જામનગરમાં મિલેટ એકસ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત : જામનગર જિલ્લા કક્ષા રમત-ગમત સંકુલનું ઈ-ખાતમુહૂર્ત : બ્રુક બોન્ડ ગ્રાઉન્ડમાં 12 એકરમાં 24 કરોડના ખર્ચે નિર્માણ પામશે : અનઅધિકૃત દબાણો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મુકી સરકારે જામનગરમાં શાંતિ સ્થાપી - હર્ષ સંઘવી

- Advertisement -

જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ 01 માર્ચના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે.એમ.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મીલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો હતો. તેમજ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ ધારકોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ સખી મંડળ તેમજ પ્રાકૃતિક કૃષિ અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે મળીને સંવાદ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જે.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે તા.1 થી 3 માર્ચ સુધી મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મિલેટ વાનગીઓના લાઇવ ફુડ સ્ટોલ, મિલેટ વાનગીઓના રેડી ટુ ઇટ સ્ટોલ, મિલેટ પાકની સામગ્રી, પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ તેમજ હસ્તકલાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જામનગરની જાહેર જનતા આ સ્ટોલની મુલાકાત સાંજે 04:00 થી 10:00 કલાક સુધી લઈ શકશે.

આ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકૂલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે 12 એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે 24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, 100 મી. શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં 400 મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી મેદાન, ખો-ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જિલ્લા રમત સંકૂલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની ઉમદા તકો પ્રાપ્ત થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું. આજે જામનગરમાં રૂ.520 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેટલા પણ વિકાસ કાર્યો અત્યારે જામનગર જિલ્લામાં કાર્યરત છે, તેને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગત અઠવાડિયે જ રાજ્યમાં રૂ. 1.10 લાખ કરોડના વિકાસ કાર્યોની હેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વરસી છે. પદાધિકારીઓ જે કામ માટે લોક માંગણી રજૂ કરે છે, તેને કરી આપવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી છે. છેવાડાના માણસને મુખ્ય ધારામાં લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત- 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય વિકસિત ગુજરાતની લીડ લઈને આગળ વધવા માંગે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોદી સરકારની ગેરંટીનો રથ પ્રત્યેક ઘર સુધી જઈને લોકોને સરકારી સહાયનો લાભ આપી રહ્યો છે. સરકારી યોજનાઓનો લાભ ભૂતકાળમાં સીમિત લોકો જ લઈ શકતા હતા. જે આજે દરેક વ્યક્તિ સુધી પહોંચતો થયો છે. દરેકને સાથે લઈને કેવી રીતે આગળ વધવું તેવા હેતુ સાથે સંપૂર્ણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર ખાતે બની રહ્યું છે. જેના કારણે જામનગરની સમગ્ર વિશ્વમાં એક અલગ જ ઓળખ ઉભી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા રૂ.3,32,000 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપ્યું છે. ત્યારે સૌ સાથે મળી એક થઈને આગળ વધીએ તેવી આ તકે મુખ્યમંત્રીએ નાગરિકો સમક્ષ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

- Advertisement -

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, જામનગરના નાગરિકોએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓની મહેનત થકી આજે જામનગરને રૂ.520 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી રહી છે. સરકાર લોકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને લઈ ખૂબ સતર્ક છે. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો દૂર કરી લોકો માટે શાળાઓ, પુસ્તકાલયો, જાહેર બાંધકામો વગેરે જેવા લોકોપયોગી પ્રકલ્પોનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. જામનગરની ક્ધયા શાળા હોય કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોઈપણ ઈસમ, સરકારે જરૂરી તમામ પગલાંઓ લઈ આ શહેરમાં શાંતિ સ્થાપી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય સર્વે મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાળવા, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ આગઠ, નાયબ બાગાયત નિયામક દેત્રોજા, ખેડૂતો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂ.24 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ, અમૃત યોજના, જાડા તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા 22 પ્રકલ્પોનું રૂ.247.32 કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત, 14માં નાણાંપંચની ગ્રાંટ તથા સ્પેશ્યલ આસીસ્ટન્ટની ગ્રાંટ અન્વયે 27 એમ.એલ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ તથા ત્રણ દરવાજા ક્ધવઝર્વેશન કરવાના પ્રકલ્પોનું અંદાજિત રૂ. 20 કરોડના ખર્ચે 2 કામોનું ઈ-લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના બાયપાસ રિંગરોડ ફેઝ-3માં બેડેશ્વર વાલસુરા મરીન પોલીસ સ્ટેશનથી ગુલાબનગર, રાજકોટ-જામનગર સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો તથા બ્રિજના રૂ. 81.84 કરોડના 2 કામોનું ઈ-ખાતમુહૂર્ત માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂ.29.15 કરોડના 10 કામોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂ.24.36 કરોડના 11 કામોનું ઇ-લોકાર્પણ જામનગર વિકાસ વિસ્તાર સતા મંડળ હસ્તકના જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ-પોદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતાં રસ્તા તથા બ્રીજના રૂ.5.96 કરોડના ખર્ચે બનેલ કામનું ઇ-લોકાર્પણ આરોગ્ય વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 કરોડના ખર્ચે ખરેડી, આણંદપર, નાની ભગેડી તથા બાડા ગામે સબ સેન્ટર બિલ્ડીંગ તથા કમ્પાઉન્ડ વોલના કામનું ઇ-ખાતમુહૂર્ત.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular