Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી દરબારમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી દરબારમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. તદુપરાંત તેઓ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. સવારે દિલ્હી જઇને મોડી સાંજ સુધીમાં તેઓ અમદાવાદ પરત ફરશે. નોંધનીય છે કે, આનંદીબેન પટેલના ચુસ્ત સમર્થક એવાં ભૂપેન્દ્ર પટેલની નવા સીએમ તરીકે વરણી થતાં બેનના સમર્થકો પણ નવી આશાનો સંચાર થયો છે. ગુજરાતમાં ‘નો રિપીટ થીયરી’ ના ભાગરૂપે આખી રૂપાણી સરકારને ભાજપના હાઈકમાન્ડે ઘર ભેગી કરી દીધી છે. હાઇકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યાં છે. તેમની પસંદગી કરાઈ તેમાં બેનની ભૂમિકા મહત્વની મનાય છે. દરમ્યાન પારિવારિક પ્રસંગને લઇને બે દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવેલાં ઉતરપ્રદેશના રાજયપાલ એવા આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના પૂર્વ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના ખબર અંતર પૂછવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં પણ પહોંચ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular