જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને ધ્યાને લઇ રાજયસરકાર તેમજ જામનગર વહીવટીતંત્ર દ્વારા ધાર્મિકસ્થાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. જામનગરમાં વિવિધ મંદિરો કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઇ બંધ કરવામાં આવ્યાં છે. જામનગરનું વિશ્ર્વપ્રસિધ્ધ બાલા હનુમાન સંર્કિતન મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, બેડીગેઇટ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર, બીએપીએસ સ્વામી મંદિર સહિતના છોટીકાશીના અનેક મંદિરો બંધ કરવામાં આવ્યા છે.કોરોનાના વધતાં સંક્રમણને કારણે સલામતીના ભાગરૂપે શહેરના મંદિરો ભકતો માટે બંધ કરવામાં આવ્યા છે.