છત્તીસગઢના સુકમા અને બીજપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ અથડામણ થઈ હતી, ત્યાં જ શહીદ સૈનિકોની લાશ હજુ પડ્યા છે.
તમને જણાવી દઈએ કે શનિવારે થયેલ આ અથડામણમાં પહેલા માત્ર 5 સૈનિકો શહિદ થયાના સમાચાર મળ્યાં હતાં. એવું કહેવામાં આવ્યું હતું કે નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 5 સૈનિકો શહિદ થયા હતા, જ્યારે 21 લાપતા થયા હતા. પરંતુ આજે બપોરે સૈનિકોના મૃતદેહ સામે આવતા આંકડો વધી ગયો છે. હાલમાં ગુમ થયેલ સૈનિકોની શોધમાં આજે સવારથી સર્ચ ઓપરેશન તીવ્ર કરવામાં આવ્યું છે.
આજે સામે આવેલા દ્રશ્યો વિચલિત કરે તેવા છે. એક રિપોર્ટ પ્રમાણે, નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે 6 સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે 3 જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં 10 જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.