Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દ્વારકાધિશ મંદિરે સૌ પ્રથમ વખત છપ્પનભોગ મહોત્સવ યોજાયો

જામનગરમાં દ્વારકાધિશ મંદિરે સૌ પ્રથમ વખત છપ્પનભોગ મહોત્સવ યોજાયો

જામનગર શહેરમાં દ્વારકાધિશ મંદિરે ગઇકાલે બડા મનોરથ છપ્પન ભોગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વૈષ્ણવો સહિતના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ છપ્પન ભોગ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં ગઇકાલે પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાપુરી મંદિરમાં સૌ પ્રથમ વખત બડા મનોરથ છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌ.વા. મંજુલાબેન લક્ષ્મીદાસ પુજારા તથા યોગેશભાઇ પૂજારા પરિવાર મુખ્ય મનોરથી હતા. તેમજ એક ભગવદીય વૈષ્ણવ પરિવાર વિશેષ મનોરથી હતા. પુષ્ટિ સિધ્ધાંત સંરક્ષણ શિરોમણી, મહાકવિ પૂ. પા. ગો. 108 શ્રી હરિરાયજી મહારાજની આજ્ઞા એવં આશીર્વાદથી તેમજ પૂ.પા. શ્રી વલ્લભરાયજી મહોયદના મંગલ સાનધ્યમાં આ બડા મનોરથ છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તકે વિપુલભાઇ કોટક, હેમલભાઇ કોટક, નિરજભાઇ દતાણીના સહિતના અગ્રણીઓ તથા વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છપ્પનભોગ દર્શન કર્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular