જામનગર તાલુકાના ચેલા એસઆરપી ગ્રુપ નં.17 ના મુખ્ય ગેઈટ પાસેે આવેલા ચેકડેમમાં હાથ-પગ ધોવા ગયેલા એસઆરપી એ કંપનીના જવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામનો વતની નિલેશ હીરાભાઈ દયાતર (ઉ.વ.31) નામનો જવાન જામનગર તાલુકાના ચેલા એસઆરપી ગુ્રપ 17 માં ફરજ બજાવતો હતો અને આ દરમિયાન સોમવારે સાંજના સમયે એસઆરપીના મુખ્ય ગેઈટ પાસે આવેલા ચેકડેમમાં હાથ-પગ ધોવા ગયો હતો. આ વેળાએ ચેકડેમમાં પડી જવાથી જવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા એસઆરપીના જવાનો બનાવસ્થળે પહોંચી ગયા હતાં અને બ્રિજરાજસિંહ સોઢા દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.
ચેલા એસઆરપીના જવાનનું ચેકડેમમાં ડૂબી જતા મોત
કેશોદના પ્રાસલી ગામનો વતની જવાન હાથ ધોવા ગયો તે સમયે બનાવ: પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ


